android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: 11મીએ વડોદરામાં વડાપ્રધાન મોદીનો દોઢ કિ.મી લાંબો રોડ શો યોજાશે

calendar_todayMay 6, 2026

Gujarat News: 11મીએ વડોદરામાં વડાપ્રધાન મોદીનો દોઢ કિ.મી લાંબો રોડ શો યોજાશે

પશ્ચિમ બંગાળ, આસામ અને પુંડુચેરીમાં જવલંત વિજય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવી રહ્યાં છે.આગામી 11મી મેનાં રોજ તેઓ સરદાર ધામ સંકુલનુ ઉદ્ઘાટન કર્યા પછી એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ સુધી તેમનો દોઢ કિ.મી.નો રોડ શો યોજાશે.જે દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરાશે.વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

સરદાર ધામ સંકુલની વિઝિટ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેનાં રોજ વડોદરા ખાતે પધારી રહ્યાં છે.શહેરને અડીને આવેલા નેશનલ હાઈવે 48 પર વાઘોડિયા ક્રોસિંગ પાસે નવીન આકાર પામેલા સરકાર ધામ 3 સંકુલનુ તેઓ ઉદ્ઘાટન કરશે.એ દિવસે સોમનાથથી તેઓ ખાસ વિમાનમાં સાંજે 5.45 કલાકના અરસામાં વડોદરા એરપોર્ટ ખાતે આવશે. જ્યાંથી બાય રોડ તેઓ સરદાર ધામ ખાતે પહોંચશે.જ્યાં સરદાર ધામ સંકુલની વિઝિટ કરશે.જેમાં તેઓ છાત્રાવાસ, પુસ્તકાલય સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરશે.એ પછી સભાને સંબોધશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એરપોર્ટ સર્કલ ખાતેથી તેમનો રોડ શો યોજવાનું પણ આયોજન ચાલી રહ્યું છે.

એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ સુધી બેરિકેટિંગ કરાશે

એરપોર્ટ સર્કલથી હરણી ગદા સર્કલ સુધીનો દોઢ કિ.મી.લાંબા રોડ શોનું આયોજન થઈ રહ્યું છે. આ માટે પીએમઓમાંથી મંજૂરી માગવામાં આવી છે.અંદાજે મોડી સાંજે 7 કલાકે આ રોડ શો યોજાશે.ભાજપના સૂત્રો મુજબ, વડોદરા મ્યુનિ.કોર્પોરેશન, જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં ભાજપનો જે ભવ્ય વિજય થયો છે.જેટલી બેઠકો પર ભાજપના ફાળે આવી છે તે તમામ બેઠકો મુજબ રોડ શો દરમિયાન કમળ ખીલાવીને પ્રધાનમંત્રીને અર્પણ કરવા માટેની વિચારણા શહેર ભાજપ સંગઠન કરી રહ્યું છે.રોડ શોમાં એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ સુધી રોડની બન્ને બાજુએ ખાસ પ્રકારની સુરક્ષાને લઈને બેરિકેટિંગ કરાશે. ઠેરઠેર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાશે.

આ પણ વાંચોઃ Ahmedabad: પાંચ ફુટના અંતરે તાપમાનમાં તફાવત : શહેરના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે ત્યારે વૃક્ષોની નીચે 15 ડિગ્રીની રાહત