calendar_todayJanuary 29, 2026
Gujarat News : મોડાસામાં 17.5 કરોડની ખોટી ITC લેવા બદલ કંપનીના માલિકની CGST દ્વારા ધરપકડ
ગુજરાતમાં કર ચોરીને લઈને જીએસટી વિભાગ એક્શનમાં આવ્યો છે. બોગસ ઈનપુટ ક્રેડિટ કેસમાં CGST વિભાગ દ્વારા મોડાસામાં કાર્યવાહી કરવામાં આવી છે. મોડાસાની કંપનીના માલિકની CGST દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 17.5 કરોજની ખોટી આઈટીસી લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પ્રતીક પટેલે બોગસ કંપની મારફતે માલ આપ્યા વગર બોગસ બિલિંગ કર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
બોગસ ઇનપુટ ક્રેડિટ કેસમાં CGSTની કાર્યવાહી
મોડાસાની મેટ્રો વાયર ઈન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિક પટેલની 17.5 કરોડની ખોટી આઈટીસી લેવા મુદ્દે CGST વિભાગે ધરપકડ કરી છે. પ્રતિક પટેલે પરિવારના સભ્યોના નામે બોગસ કંપનીઓ ખોલી હતી. આ કંપનીઓમાં બોગસ બિલ ઈશ્યૂ કર્યા હતાં. પ્રતિક પટેલે રોયલ ઈન્ડસ્ટ્રીઝ અને ખુશ ઈન્ડસ્ટ્રીઝ ખોલી હતી. તેણે 10થી વધુ કંપનીઓ ખોલીને ઠગાઈ આચરી હતી. જેથી CGST વિભાગે તપાસ કરતાં મામલો સામે આવ્યો હતો. જેના કારણે પ્રતિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Patan: નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો, ભાજપના જ બે કોર્પોરેટરો જાહેરમાં બાખડ્યા