calendar_todayMarch 1, 2026
Gujarat News: ગઈકાલે ફ્લાઈટ રદ થતાં મક્કામાં 55 જેટલા અમદાવાદીઓ ફસાયા, હોટેલમાં રોકાવાના પણ પૈસા નથી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ છે અને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે,હજારો ભારતીય મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે, ખાડી દેશોમાં અત્યંત ભયાનક સ્થિતિ સર્જાઈ છે અને યુદ્ધના કારણે એરસ્પેસ સંપૂર્ણ ખાલી કરાયા છે.આ દરમિયાન કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
લોકો પાસે પૈસા નથી, રોઝા ચાલી રહ્યા છે
યુદ્ધના કારણે મીડલ ઈસ્ટમાં સ્થિતિ વણસી હોવાને કાણે 55 જેટલા અમદાવાદીઓ ફસાઈ ગયા હોવાની તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ગઈકાલે ફ્લાઈટ કેન્સલ થતાં એરપોર્ટથી પરત થવાનો વારો આવ્યો હતો. અટવાયેલા ગુજરાતીઓ મક્કા નજીકની એક હોટેલમાં રાકાયા છે. આ લોકો પાસે પૈસા નહીં હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં રોઝા ચાલી રહ્યાં છે અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. ફસાયેલા લોકોને મુશ્કેલીઓ પડતી હોવાથી તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પરિવારજનોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ફસાયેલા લોકો સાથે સંપર્ક કરીને ભારતમાં પરત લાવવામાં આવે.
આ પણ વાંચોઃ Gujarat News: સુરતથી દુબઈ જતી ફલાઈટ રદ થતાં હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, રફ હીરાના ટેન્ડરિંગની પ્રક્રિયા અટકી