android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: સુરત ઉદયપુર વચ્ચે સપ્તાહમાં 6 દિવસ વંદેભારત ટ્રેન દોડશે

calendar_todaySeptember 1, 2026

Gujarat News: સુરત ઉદયપુર વચ્ચે સપ્તાહમાં 6 દિવસ વંદેભારત ટ્રેન દોડશે

આખરે સુરતને તેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ મળી ગઈ છે.રેલવે બોર્ડે સુરત ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત ટ્રેન દોડાવવા લીલીઝંડી આપી દીધું છે.31 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર આદેશમાં ટુનના નંબર, સમયપત્રક, સ્ટોપેજ, સંચાલનના દિવસો કોચના મંજૂરી આપવામાં આવી છે.રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ નવી વંદે ભારતને નવરાત્રિ પૂર્વે શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આ ટ્રેન શરૂ થતાં સુરત અને દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં મુસાફરો અને ખાસ કરીને ઉદયપુર સહિતના વિસ્તારો માટે ઝડપી રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે.

વડોદરા અને અસારવા ખાતે વોટરિંગની વ્યવસ્થા

સુરતને મળેલી વંદે ભારત ટ્રેન સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.આ સાથે જ સુરતને પ્રથમ વંદે ભારત ટ્રેન ફાળવાતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને આભાર વ્યક્ત કર્યો હતો.સુરત ઉદયપુર વંદે ભારત સપ્તાહમાં છ દિવસ દોડાવાશે.અઠવાડિયામાં એક દિવસ એટલે કે મંગળવારે ટ્રેનનું સંચાલન બંધ રહેશે.આ ઉપરાંત નવી વંદે ભારત માટે 8 કોચના રેકને મંજૂરી આપવામાં આવી છે.નવી ટ્રેનની પ્રાથમિક મેન્ટેનન્સ સુવિધા સુરતમાં રાખવામાં આવશે.જ્યારે વડોદરા અને અસારવા ખાતે વોટરિંગની વ્યવસ્થા રહેશે.

સ્થાનિક રેલવે મુસાફરોમાં પણ ઉત્સુકતા વધી

સુરતને પ્રથમ વંદે ભારત મળતાં સ્થાનિક રેલવે મુસાફરોમાં પણ ઉત્સુકતા વધી છે.સુરતથી ઉદયપુર વચ્ચે સીધી અને આધુનિક વંદે ભારત સેવા શરૂ થવાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના પ્રવાસન તથા વ્યાવસાયિક સંપર્કને પણ વેગ મળવાની શક્યતા છે. નવી વંદે ભારતને સુરતથી ઉદયપુર વચ્ચે અનેક મહત્ત્વનાં સ્ટેશનો પર વ્યાવસાયિક ઠેરાવ આપવામાં આવ્યા છે.બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસર્વા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવર ખાતે ટ્રેન ઊભી રહેશે.રેલવે બોર્ડની મંજૂરી મુજબ નવી વંદે ભારતના ટ્રેન નંબર 26903/26904 રહેશે.ટ્રેન નંબર 26903 સુરતથી વહેલી સવારે 6.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 1.40 કલાકે ઉદયપુર સિટી પહોંચશે.પરત ફરતી વખતે ટ્રેન નંબર 26904 ઉદયપુર સિટીથી સાંજે બપોરે 3.35 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે રાત્રે 11.00 વાગ્યે સુરત પહોંચશે.

ઉદેપુરસિટી બપોરે 1.40 કલાકે ટ્રેન પહોંચશે

ઉદયપુર, ડુંગરપુર અને હિંમતનગર જેવા પ્રવાસન તથા ઔદ્યોગિક દૃષ્ટિએ મહત્ત્વના વિસ્તારોને આ નવી સેવા સાથે વધુ સારી કનેક્ટિવિટી મળશે.આ ઉપરાંત સુરતથી સવારે 6.10 કલાકે ઉપડ્યા બાદ ભરૂચ ખાતે સવારે 6.51 વાગ્યે,વડોદરા ખાતે 7.40 વાગ્યે, આણંદ ખાતે સવારે 8.11 વાગ્યે આગમન થશે.ત્યારબાદ મણિનગર સવારે 8.41 વાગ્યે, અસારવા ખાતે સવારે 9.25 વાગ્યે, હિંમતનગર 10.38 વાગ્યે શામળાજી રોડ સવારે 11.08, ડુંગરપુર બપોરે 11.42 વાગ્યે જ્યારે જાવર ખાતે બપોરે 12.45 વાગ્યે તેમજ ઉદેપુરસિટી બપોરે 1.40 કલાકે ટ્રેન પહોંચશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી