android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: રાજ્યમાં પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરાયા, જાણો હાલ કેટલા ચાલુ છે

calendar_todayJanuary 1, 2026

Gujarat News: રાજ્યમાં પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરાયા, જાણો હાલ કેટલા ચાલુ છે

ગુજરાતમાં રેશનકાર્ડ મુદ્દે રાજ્યસભામાં વિગતો જાહેર થઈ હતી. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 75.17 લાખ રેશનકાર્ડ સક્રિય છે. રાજ્ય સભામાં ઓક્ટોબર 2025 સુધી રદ થયેલા રેશનકાર્ડના આંકડા પણ જાહેર કરાયા હતાં.

ઓક્ટોબર 2025 સુધીના આંકડા રજૂ કરવામાં આવ્યા

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 6.33 લાખ કરતાં વધુ રેશન કાર્ડ રદ થયાં છે. રેશન કાર્ડ રદ થવા અંગેની વિગતો રાજ્યસભામાં જાહેર કરવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં 75.17 લાખ રેશનકાર્ડ સક્રિય છે. વર્ષ 2020માં 47936, વર્ષ 2021માં 2.19 લાખ, વર્ષ 2022માં 1.32 લાખ, વર્ષ 2023માં 1.35 લાખ, વર્ષ 2024માં 30889 અને વર્ષ 2025માં 69102 રેશનકાર્ડ બંધ થયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યસભામાં ઓક્ટોબર 2025 સુધીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે.

અનાજ ગરીબો સુધી પહોંચે તે માટે પહેલ

દેશમાં સરકાર દ્વારા દરેક નાગરિકને રેશનકાર્ડ માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરાયું હતું. સરકારે આ માટે સમયમર્યાદામાં પણ વધારો કરાયો હતો. પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ સરકારના આદેશ છતાં કેવાયસી કરાવ્યું નહોતુ. આ ઉપરાંત દેશમાં નકલી રેશનકાર્ડ દ્વારા પણ સરકારની ખાદ્ય યોજનાઓનો લાભ લોકો દ્વારા લેવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરકારે ભૂતિયા રેશનકાર્ડ રદ કરી અનાજ ગરીબો સુધી પહોંચે તે માટે પહેલ કરી હતી.


આ પણ વાંચોઃ Patan માં ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા લેવાયા આ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો