calendar_todayMay 4, 2026
Gujarat News: વડોદરામાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર
ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિણામમાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. વડોદરાનું સામાન્ય પ્રવાહનું 88.11 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 83.55 ટકા પરિણામ આવ્યું છે.
પરિણામ જાહેર થતા ભારે ઉત્સાહમાં વિદ્યાર્થીઓ
વડોદરામાં ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતાં. હર્ષિતા પહેલવાનીએ 95.28 ટકા મેળવીને મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓમાં સીએ અને સીએસનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. સારા પરિણામો માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વિદ્યાર્થીઓ જ સલાહ આપી રહ્યાં છે. પરિણામ જાહેર થતાં શાળાઓમાં વિજય ઉત્સવ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat News: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ગુજકેટનું શું રિઝલ્ટ આવ્યું