calendar_todayApril 10, 2026
Gujarat News: ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 અને વડોદરામાં 19 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ અમદાવાદના પાલડીમાં કોંગ્રેસે એક લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી હતી. ત્યાર બાદ ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ વિવાદ સર્જાયો હતો. પરંતુ ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે વડોદરા જિલ્લામાં 19 લઘુમતી ઉમેદવારોને ટીકિટ આપી છે. જ્યારે વડોદરા પંચાયતમાં એક પણ મુસ્લીમ ઉમેદવારને ટિકિટ આપી નથી.
અમદાવાદ જિલ્લામાં ભાજપની 9 લઘુમતીને ટિકિટ
અમદાવાદ જિલ્લામાં ભાજપે 9 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. તાલુકા પંચાયતમાં ત્રણ લઘુમતિ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. સાણંદની વિરોચનનગર બેઠક પર સમસુદ્દિન પઠાણને ટિકિટ અપાઈ છે. ધંધૂકાની બાજરડામાં તૌફિક ઉમડીયા ઉમેદવાર છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કયામુદ્દિન સિદાનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 3 નગરપાલિકામાં 9 લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામમાં 2 અને ધોળકામાં 6 લઘુમતી ઉમેદવાર છે. બારેજામાં 1 લઘુમતીને ટિકિટ આપી છે.
વડોદરામાં 19 લઘુમતી ઉમેદવારોને ટિકિટ
બીજી તરફ વડોદરામાં ભાજપે 19 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ડભોઇમાં 8, સાવલીમાં 5 મુસ્લિમ ઉમેદવાર છે. કરજણ અને પાદરામાં પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.વડોદરા પંચાયતમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ અપાઈ નથી. હિન્દુ મુસ્લિમની ચર્ચાઓ વચ્ચે ભાજપ દ્વારા લઘુમતી ઉમેદવારોને ટિકિટ અપાતા રાજકીય ચર્ચાઓ ગરમ થઈ રહી છે.
આ પણ વાંચોઃ Amreli News: રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ધરતી ધ્રુજી, મોડી રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો