android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: ગોધરામાં જંગલમાંથી ખેરના લાકડાના ગેરકાયદે કટિંગ અને તસ્કરીના કેસમાં EDની કાર્યવાહી

calendar_todayJanuary 22, 2026

Gujarat News: ગોધરામાં જંગલમાંથી ખેરના લાકડાના ગેરકાયદે કટિંગ અને તસ્કરીના કેસમાં EDની કાર્યવાહી

દેશમાં સામાન્ય રીતે પૈસાના વ્યવહારો અને કર ચોરીને લઈને ઈડીની કાર્યવાહી સામે આવતી હોય છે. પરંતુ ગુજરાતમાં ખેર લાકડાના કટિંગ અને તસ્કરીના કેસમાં EDની મોટી કાર્યવાહી સામે આવી છે. ઈડીએ આરોપીઓની 1.13 કરોડની 14 મિલકતો જપ્ત કરી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના જંગલોમાં પણ કિમતી લાકડાની તસ્કરીના બનાવો સામે આવ્યા છે.

ગોધરા જિલ્લામાં EDની મોટી કાર્યવાહી

ગોધરા જિલ્લામાં ખેરના લાકડાના કટિંગ અને તસ્કરીના કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. આરિફ અલી ખાન,મુસ્તાક તસિયા અને મોહમ્મદ હુસેન સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ઈડીએ આરોપીઓની 1.13 કરોડની 14 મિલકતો જપ્ત કરી છે. આ ઉપરાંત વ્યારા, તાપી, સુરત, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લાના વન્યજીવ અભયારણ્યોમાંથી ખેરના વૃક્ષોનું ગેરકાયદે કટિંગ અને વેચાણ કરવાની ઘટના પણ સામે આવી છે.


આ પણ વાંચોઃ Gandhinagar News : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, તેમના સ્થાને એમ.નાગરાજનને મુકાયા