android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: VGRCમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા

calendar_todayFebruary 25, 2026

Gujarat News: VGRCમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા

ગુજરાતમાં આ વખતે ઝોન વાઈઝ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમા રાજકોટ ખાતે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.આ રિજનલ કોન્ફરન્સ અંગે વિધાનસભામાં ચર્ચા થઈ હતી. પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા છે.

કચ્છના રણ વિસ્તારમાં ઇકો-ટૂરિઝમનો વિકાસ થશે

વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ચર્ચામાં આવેલા પ્રોજેક્ટમાં લક્ઝુરિયસ હોટેલ અને રિસોર્ટ બનાવવા પર ભાર મુકાયો છે. એડવાન્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પર ફોકસ રહેશે. નિષ્ણાંત સંસ્થા સાથે ચાર મહત્વના સ્ટ્રેટેઝિક કરાર થયા છે. કચ્છના રણમાં ઈકો ટુરિઝમનો વિકાસ થશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણ વધશે.

આ પણ વાંચોઃ Gujarat News: અકસ્માતો ઘટાડવા ટ્રાફિકનું સંચાલન જરૂરી, દંડનીય કાર્યવાહીથી અકસ્માતની ઘટનાઓ ઘટશે ખરી?