android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Police ભરતી બોર્ડ દ્વારા 19 એપ્રિલે PSI કેડરની લેખિત પરીક્ષા યોજાશે

calendar_todayApril 18, 2026

Gujarat Police ભરતી બોર્ડ દ્વારા 19 એપ્રિલે PSI કેડરની લેખિત પરીક્ષા યોજાશે

ગુજરાતમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત PSI કેડરની લેખિત પરીક્ષા 19 એપ્રિલે યોજાવાની છે. આ પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે, જેમાં કુલ 858 જગ્યાઓ માટે 1,10,680 ઉમેદવારો ભાગ લેશે. આ પરીક્ષા રાજ્યના ચાર મુખ્ય શહેરો—અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લેવામાં આવશે.

8000થી વધુ કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાશે

પરીક્ષા માટે કુલ 371 શાળાઓને કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે પોલીસ વિભાગના લગભગ 4000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે શિક્ષણ વિભાગના 8000થી વધુ કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાશે. પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર PI અથવા PSI કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે, જેથી નિયમોનું કડક પાલન થાય. સાથે જ પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેશિયલ રિકગ્નિશન અને CCTV જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે

ભરતી બોર્ડે સ્પષ્ટ જણાવ્યું છે કે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે. જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારો અને વાલીઓ માટે મદદરૂપ થવા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ મોટી ભરતી પ્રક્રિયા રાજ્યના યુવાઓ માટે મહત્વપૂર્ણ તક બની રહી છે અને પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Tapi : પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે તો સામાન્ય નારી કેમ નહીં? નારી શક્તિ વંદન બિલ મુદ્દે હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર