calendar_todayJanuary 1, 2026
Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video
એસટી નિગમના પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આજે પહેલી જાન્યુઆરી 2026થી એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 9 કિ.મીથી વધુની યાત્રા પર લાગુ થશે. 10થી 60 કિ.મીની યાત્રામાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવીન ભાડા ઉપરાંત જે તે સર્વીસોમાં લાગુ પડતા GST,ટોલટેકસ વિગેરે અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ વસૂલાશે. તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડુ પુખ્ત વયના મુસાફર ભાડા કરતાં અડધું ભાડુ વસુલવાનું રહેશે.
ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે
જો અડધું ભાડુ રૂ.01 ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના રૂપિયા 01 ના ગુણાંકમાં ભાડુ વસુલવાનું રહેશે.નોન-એ.સી.સ્લીપર સર્વિસના બર્થ (સોફા) નું ભાડુ સીટીંગ ભાડા ઉપરાંત રૂ.95 વસુલાશે. શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોમાં વસુલવામાં આવતા ભાડા ઉપરાંત વધારાના રૂ.2 વસુલાશે.નવીન ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે. તમામ ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે.