android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Water Crisis : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, સી.આર. પાટીલ સાથે મહત્વપૂર્ણ મિટિંગ બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લેશે ભાગ...

calendar_todayOctober 27, 2026

Gujarat Water Crisis : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, સી.આર. પાટીલ સાથે મહત્વપૂર્ણ મિટિંગ બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લેશે ભાગ...

ગુજરાતના CM પોતાના નિર્ધારિત દિલ્હી પ્રવાસે પહોંચી ગયા છે. આ મહત્વપૂર્ણ દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ સૌપ્રથમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે ખાસ બેઠક યોજશે. સંગઠનાત્મક અને રાજ્યના જળ સંસાધનોના વિકાસ કાર્યો સંદર્ભે આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને નેતાઓ વચ્ચે ગુજરાતના બાકી રહેલા પ્રોજેક્ટો અને કેન્દ્રીય સહાય અંગે વિગતવાર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.

તાલકટોરા સ્ટેડિયમમાં ગુર્જર સમાજના વિશેષ કાર્યક્રમમાં આપશે હાજરી

સી.આર. પાટીલ સાથેની દ્વિપક્ષીય બેઠક પૂર્ણ કર્યા બાદ, CM બપોરે 1:00 વાગ્યે દિલ્હીના પ્રખ્યાત તાલકટોરા સ્ટેડિયમ ખાતે પહોંચશે. અહીં આયોજિત 'ગુર્જર સમાજ' ના એક રાષ્ટ્રીય સ્તરના વિશેષ કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને સમાજના શ્રેષ્ઠીઓ તથા નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ગુર્જર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.

દેશમાં જળ સંકટ મુદ્દે બપોરે 3 વાગ્યે યોજાશે સમીક્ષા બેઠક

દિલ્હી પ્રવાસના અંતિમ ચરણમાં બપોરે 3:00 વાગ્યાના સુમારે દેશમાં વધી રહેલા જળ સંકટ મામલે એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના CMO વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ મિટિંગ દરમિયાન ભવિષ્યમાં જળ સંકટને પહોંચી વળવા અને જળ સંચયના આયોજનો સુચારુ બનાવવા માસ્ટર પ્લાન પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Rajkotમાં ડ્રગ્સ માફિયાઓ સામે SOG અને પોલીસનો સપાટો, રૂ. 23.80 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો!