calendar_todayFebruary 18, 2026
Gujarat Water Supply Budget 2026: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25960 કરોડની જોગવાઇ
હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹1420 કરોડની જોગવાઇ કરાઇ છે.
ડેમ સેફ્ટી માટે ₹693 કરોડની જોગવાઇ
સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ₹896 કરોડની જોગવાઇ કરાઇ છે. સાબરમતી નદી પર કુલ 14 વિયર-બેરેજ બનાવવાના કરેલા આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ કરાયા છે. બાકી રહેતા કામો પૂર્ણ કરવા ₹624 કરોડની જોગવાઇ કરાઇ છે.
ઉદ્વહન સિંચાઇ યોજના માટે ₹485 કરોડની જોગવાઇ
ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેકડેમો-વીયર બાંધકામથી 2104 હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ₹150 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર, કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજનાથી 35 ગામોના 16235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ₹85 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા અપાશે.
સરદાર સરોવર યોજના માટે 3317 કરોડની ફાળવણી
અમદાવાદના નળકાંઠામાં સિંચાઈ સુવિધા વધારવા રૂ.600 કરોડ, ધોલેરા SIRમાં ઉદ્યોગો માટે 100 MLD પાણી પૂરું પાડવા રૂ.300 કરોડની પાઈપલાઈન યોજના, કચ્છમાં દુધઈ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ.230 કરોડ ફાળવાયા છે. પીવાનું પાણી અને પુરવઠા માટે 6984 કરોડની ફાળવણી સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓને પીવાના પાણી માટે રૂ.1,044 કરોડના કામો પ્રગતિ હેઠળ, આદિજાતિ જૂથ યોજના અંતર્ગચ 14 જિલ્લાના 651 ગામો માટે રૂ.280 કરોડ, ડાંગ જિલ્લાની જૂથ યોજના માટે રૂ.866 કરોડના કામો ચાલુ કરાશે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2026: 25 GIDCને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરાશે, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત