android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather: રાજ્યમાં હાલ અતિભારે વરસાદનું સંકટ ટળ્યું, સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી

calendar_todayJuly 27, 2026

Gujarat Weather: રાજ્યમાં હાલ અતિભારે વરસાદનું સંકટ ટળ્યું, સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ બરાબર જામી રહ્યું છે. પહેલા રાઉન્ડ બાદ થોડો સમય વરસાદ ખેંચાયા બાદ હવે ફરી વાર મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં 27 જુલાઈ સુધીમાં 493.31 મીમી વરસાદ નોંધાયો છે જે સીઝનના સરેરાશ વરસાદની સામે 54.28 ટકા જેટલો થાય છે. હવામાન વિભાગે રાજ્યમાં હવે અતિભારે વરસાદનું સંકટ અટક્યું હોય તેવી આગાહી કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલમાં ગુજરાતમાં અતિભારે વરસાદનું કોઈ મોટું સંકટ નથી.પરંતુ આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.હવામાન વિભાગની આગાહી મુજબ,હાલમાં રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે.વિસ્તારવાર સંભાવનાઓ જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 28 જિલ્લાના 137 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં રાજ્યનો સરેરાશ વરસાદ 05.50 મીમી નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 99 મીમી (3.90 ઈંચ) ખાબક્યો હતો.આ ઉપરાંત બનાસકાંઠાના અમીરગઢમાં 80 મીમી (3.15 ઈંચ), ડીસામાં 72 મીમી (2.83 ઈંચ), વાવ-થરાદના રાહમાં 61 મીમી (2.40 ઈંચ) અને મહેસાણામાં 45 મીમી (1.77 ઈંચ) વરસાદ વરસ્યો છે. તા. 27 જુલાઈ, 2026 ના રોજ સવારે 06:00 થી 10:00 કલાક દરમિયાન અમીરગઢમાં 42 મીમી અને અમદાવાદના દસ્ક્રોઈમાં 39 મીમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Gujarat Monsoon 2026 Report: મોસમનો કુલ 54.28 ટકા વરસાદ નોંધાયો, 21 ડેમ હાઈ એલર્ટ પર, 53,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર