android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather : રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવી પડશે, લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગની આગાહી

calendar_todayJanuary 17, 2026

Gujarat Weather : રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવી પડશે, લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં નાગરિકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફૂંકાતા રહેવાના કારણે દિવસ દરમિયાન ગરમી અને વહેલી સવાર તથા રાત્રે ઠંડીનો અનુભવ થશે.

આગામી 7 દિવસ સુધી બેવડી ઋતુની અસર જોવા મળશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી બેવડી ઋતુની અસર જોવા મળશે.

 તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે

આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જ્યારે લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

નલિયા ખાતે લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું

તાજા આંકડાઓ અનુસાર નલિયા ખાતે લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો----   Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા