calendar_todayFebruary 2, 2026
Gujarat Weather : આગામી 24 કલાક મધ્ય-ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા, ભરુચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, ભરુચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તેમજ આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ
આગાહી અનુસાર અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનમાં આ ફેરફારનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 12.5 ડિગ્રી સેલ્સિયસ
તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.