android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather : રાજ્યમાં આજથી ગરમીનું જોર વધશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે

calendar_todayFebruary 17, 2026

Gujarat Weather : રાજ્યમાં આજથી ગરમીનું જોર વધશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે

રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે હવે ગરમીનો અહેસાસ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી મહત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાશે અને આવનારા દિવસોમાં ગરમીનું જોર વધુ અનુભવાશે.

મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે

રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયમાં તાપમાનમાં વધારો થવાથી લોકોમાં ઉકળાટનો અહેસાસ વધ્યો છે.

 નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન

ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.8 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં 17 ડિગ્રી તાપમાન સાથે સવારની ઠંડકનો અહેસાસ રહ્યો હતો.

હાલ મિશ્ર ઋતુનો માહોલ

હવામાન નિષ્ણાતોના મતે હાલ મિશ્ર ઋતુનો માહોલ છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયમાં ઠંડક અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


આ પણ વાંચો----     Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત