calendar_todayJanuary 6, 2026
Gujarat weather : ગુજરાત બન્યું ઠંડુગાર, નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન
રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. કચ્છના નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા નલીયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે.
ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર 9.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડીની અસર વધુ જોવા મળી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે, જેમાં ગત દિવસની સરખામણીમાં 3.3 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે.
ડીસામાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી
અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે. ડીસામાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી, કેશોદમાં 10.4 ડિગ્રી અને મહુવામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજસ્થાનના માઉન્ટઆબુમાં માઈનસ 2 ડિગ્રી
દરમિયાન, રાજસ્થાનના માઉન્ટઆબુમાં માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાતા કડાકા ભરી ઠંડી પડી છે. હવામાન વિભાગ મુજબ, આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધુ વધવાની શક્યતા છે, જેથી નાગરિકોને ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ