android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્, પરંતુ ઉનાળા જેવો અહેસાસ કરાવતી ગરમી અનુભવાશે...

calendar_todayNovember 1, 2026

Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્, પરંતુ ઉનાળા જેવો અહેસાસ કરાવતી ગરમી અનુભવાશે...

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યારેક ઠંડી તો ક્યારેક ઉકળાટ વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા નવું અપડેટ સામે આવ્યું છે. રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ વચ્ચે આજથી ગરમીનું જોર ફરીથી વધવાની શરૂઆત થશે. વાતાવરણમાં થતા આ સતત ફેરફારોના કારણે નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ચિંતાનો વિષય બન્યો છે.

ઉત્તર-પૂર્વના પવનોની અસરથી મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી પહોંચશે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે ઉત્તર-પૂર્વ દિશાના પવનોની સીધી અસર જોવા મળશે, જેના કારણે પવનોની દિશા બદલાતા તાપમાનનો પારો ઉપર ચડશે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે. સવારના સમયે હળવી ઠંડક બાદ બપોરના સમયે પડતી આકરી ધૂપ અને ગરમીના કારણે લોકોએ ફરીથી પંખા અને એસીનો સહારો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

માવઠાના સંકટ વચ્ચે નાગરિકોને રાહત

આ હવામાન અપડેટના સૌથી રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહિવત્ બની ગઈ છે. અગાઉ જે માવઠા અને કમોસમી વરસાદની અટકળો લગાવાઈ રહી હતી તેનાથી ખેતી પાકને નુકસાન થવાની ભીતિ હતી, પરંતુ હવે સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોખમ ટળ્યું છે. જો કે, ગરમી અને બફારાનું પ્રમાણ વધવાને કારણે આગામી દિવસોમાં તાપમાનનો મિજાજ યથાવત રહેશે.

આ પણ વાંચો : Surat: દિવાળી-છઠ્ઠ પૂજાના ધસારાને પહોંચી વળવા ઉધનાથી 9 વિશેષ ટ્રેનોનું સંચાલન, સ્ટેશને ખાસ યાત્રી સુવિધા કેન્દ્ર કાર્યરત