android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather News: અંબાલાલ પટેલે કરી આગાહી, 10 એપ્રિલ સુધી ભારે પવન સાથે વરસાદની સંભાવના

calendar_todayApril 1, 2026

Gujarat Weather News: અંબાલાલ પટેલે કરી આગાહી, 10 એપ્રિલ સુધી ભારે પવન સાથે વરસાદની સંભાવના

હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં વડોદરામાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, અમરેલી, ગાંધીનગરમાં 36 ડિગ્રી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં 35 ડિગ્રી, ભુજ, ભાવનગર અને કેશોદમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી કરી છે.

3 એપ્રિલે પવન સાથે ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, બીજી અને ત્રીજી એપ્રિલની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર પર્વતીય પ્રદેશોમાં થઈ શકે છે. ભારે પવન અને બરફ વર્ષાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્રીજી એપ્રિલે ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 3 એપ્રિલે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.

એપ્રિલ મહિનામાં ગરમીમાં ઘટાડો થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કેટલાક સ્થળો પર વરસાદી છાંટા પણ પડી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, 8થી 10 એપ્રિલ દરમિયાન બીજો પશ્ચિમ વિક્ષેપ આવશે. જેના કારણે ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદની આગાહીના લીધે ગરમીમાં ઘટાડો થશે.એપ્રિલ મહિનામાં ગરમીમાં ઘટાડો થશે.


આ પણ વાંચોઃ Gandhinagar News: GPSCએ 224 જગ્યાઓ પર ભરતી જાહેર કરી, આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે