android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather News : ગુજરાતમાં  આજથી ગરમીનું જોર વધશે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો

calendar_todayMarch 23, 2026

Gujarat Weather News : ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો

રાજકોટ, સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી, ગાંધીનગર, ભુજ, ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગુજરાતમાં હાલ પૂરતું વરસાદનું સંકટ ટળ્યું છે, અને આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તેવી આગાહી સામે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો હતો.

સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી બધી ગરમી પડતી નથી

માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહયા છે. ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહયા છે. બીજી તરફ ઠંડા-પીણાના સ્ટોલ ઉપર લોકોની ભીડ વધવા લાગી છે. દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ બપોરના સમયે સૂર્ય નારાયણ તપતાં તોબાહ પોકારતી આકરી ગરમી પડી રહી છે.

ગુજરાત સહિત ભારતમાં ગરમી વધી

માર્ચ મહિનાની શરૂઆત સાથે, સમગ્ર ભારતમાં લોકો પહેલાથી જ પુષ્કળ પરસેવો પાડી રહ્યા છે. આ વર્ષે, ભારતના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ૮ થી ૧૩ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ૧૦ માર્ચે, મુંબઈમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ૭ માર્ચે, દિલ્હીમાં ૩૫.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા ૫૦ વર્ષમાં માર્ચના પહેલા અઠવાડિયાનો આ સૌથી ગરમ દિવસ હતો. વધુમાં, ૧૧ માર્ચ, બુધવારના રોજ, દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં ૮.૪ ડિગ્રી વધારે છે.

હવામાન વિભાગે ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે

વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન નિષ્ણાતો કહે છે કે હાલની તીવ્ર ગરમી એન્ટિસાયક્લોન સિસ્ટમને કારણે થઈ રહી છે. મુંબઈ હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિકો કહે છે કે દરિયાઈ ના વૈજ્ઞાનિકો પવનો ધીમા પડે ત્યારે આવી સિસ્ટમ બને છે, જેના કારણે તાપમાનમાં અચાનક વધારો થાય છે. ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં એક એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે આ પ્રદેશ પર સૂકા પૂર્વના પવનો ફૂંકાય છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : હવે ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી, તાપમાન ઉચકાતા ગરમી વધશે