calendar_todayMay 6, 2026
Gujarat Weather News: આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. માત્ર ચાર શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. અમદાવાદ શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6થી 12 મે સુધી વરસાદની શક્યતાઓ છે. આગામી 3 દિવસ સુધી વાતાવરણમાં કોઈ બદલાવ નહિ રહે. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદ ખાબકી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદ થઈ શકે છે.બે સિસ્ટમ અને ભેજ વાળા પવનથી વરસાદ આવશે.ગાજવીજ સાથે વરસાદની શકયતા છે.કચ્છ,મોરબી,રાજકોટ,અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ સુધી વાતાવરણમાં કોઈ બદલાવ નહિ રહે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે.આજે અમદાવાદમાં 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.
8 મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આઠમી મે સુધી છુટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 12 મે સુધી ગરમીમાં વધારો થશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. 15મી મે બાદ ફરી વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 23મે આસપાસ પ્રિ-મોન્સૂન વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ Kutch : કોટેશ્વર નજીક પડાલા ક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSFએ સમગ્ર વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું