android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather News :  રાજ્યના 3 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે

calendar_todayMay 12, 2026

Gujarat Weather News : રાજ્યના 3 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે

ગુજરાતમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણેક દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યમાં 41થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં હીટવેવની અસર વર્તાશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીની અસર વધશે.સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવતી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડીગ્રી વધશે તેવી આગાહી કરી છે.

ગરમીને લઇ હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, બોટાદ અને દ્વારકામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. તાપમાનનો પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 15મી મે સુધી આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પાટણ, મહેસાણા, કડી અને હારીજ, વડોદરા,આણંદ,ખેડા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે ઉકળાટની સંભાવના છે.દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભેજયુકત ગરમ વાતાવરણની શકયતા છે. 15મે બાદ ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે. 18થી 23મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીની શકયતા છે.


આ પણ વાંચોઃ Gandhinagar News: બિનકાર્યક્ષમ કર્મચારીઓ હવે સરકારની રડારમાં, કામગીરીનો અસંતોષ હશે તો સરકાર કરશે ઘરભેગા