android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather Update: અંબાલાલ પટેલની આગાહી, 18થી 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની શક્યતા

calendar_todayMarch 11, 2026

Gujarat Weather Update: અંબાલાલ પટેલની આગાહી, 18થી 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા જણાવાયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 14થી 18 માર્ચ સુધી પશ્ચિમિ વિક્ષેપ આવશે. 18થી 25 માર્ચ સુધી રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ધીમે ધીમે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ હતું કે, 18થી 25 માર્ચ સુધી ઈરાન અને ઈરાકમાં વરસાદ થશે જેની અસર ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા છે. ભારે પવનના કારણે આંબા પર રહેલો મોર પણ ખરી પડશે. કચ્છ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોથી લઈને રાજસ્થાન થઈને ગુજરાત સુધી વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ભારતમાં દક્ષિણ, પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. કડાકા અને ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે.

ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે અને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરામાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.જૂનાગઢ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે, બીજી તરફ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહી શકે છે, તો આગામી સમયમાં હજી પણ ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Rajkot News: ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે