android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather Update: હજુ પણ ઘરમાં જ રહેવું પડશે! 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

calendar_todaySeptember 18, 2026

Gujarat Weather Update: હજુ પણ ઘરમાં જ રહેવું પડશે! 4 વાગ્યા સુધી 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની સક્રિય સિઝન વચ્ચે હવામાન વિભાગે અત્યંત મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં વરસાદનું જોર વધુ રહેવાની પૂરી સંભાવના છે.

કયા જિલ્લાઓમાં છે 'ઓરેન્જ એલર્ટ'?   

હવામાન વિભાગની ચેતવણી અનુસાર, આગામી કલાકોમાં ભારે વરસાદના જોખમને જોતા 21 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • સૌરાષ્ટ્ર વિસ્તાર: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ
  • મધ્ય અને ઉત્તર ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદ
  • દક્ષિણ ગુજરાત: વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના વિસ્તારો

આ તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.


અન્ય 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ'   

ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય 12 જિલ્લાઓમાં પણ બપોરે 4 વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેતીના પગલાં લેવા અને જરૂર વગર ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી