calendar_todayMarch 12, 2026
Gujarat Weather Updates: સુરેન્દ્રનગર અને રાજકોટમાં સિવિયર હિટવેવ રહેશે, 17 માર્ચ સુધી ગરમી પીછો નહીં છોડે
ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગે 3 દિવસ હિટવેવની આગાહી ગુજરાત માટે કરી છે જેમાં રાત્રે પણ ગરમી સહન કરવી પડશે અને સુરેન્દ્રનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે, ગુજરાતમાં વોર્મ નાઇટની રાત્રે અસર રહેશે. ગરમીમાં લોકોને લાઈટ કલરના કપડાં પહેરવા અપીલ કરાઈ છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ પણ અપાઈ છે.
12થી 17 માર્ચ સુધી ગરમીની અસર રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં 17મી માર્ચ સુધી ગરમીની અસર વર્તાશે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, અમરેલી, કચ્છ, સુરત, વડોદરા, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા રાજ્યમાં હીટવેવની અસર અનુભવાઈ રહી છે. રાત્રે રાજ્યમાં વોર્મ નાઈટ રહેશે. 12થી 17 માર્ચ સુધી ગરમીની અસર રહેશે.
ગાંધીનગર અને અમદાવાદમાં વોર્મ નાઈટ રહેશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર અને અમદાવાદમાં વોર્મ નાઈટ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સિવિયર હિટવેવ રહેશે. વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દીવમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 40.7 ડિગ્રી, ડીસામાં 40.7, વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન, સુરતમાં 41 ડીગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી, વેરાવળમાં 40.7 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.