android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
GUJSITOK Actમાંથી આતંકવાદ શબ્દ હટાવાશે, સરકાર ગુંડા એક્ટમાં સુધારા વિધેયક લાવશે, જુઓ Video

calendar_todayMarch 6, 2026

GUJSITOK Actમાંથી આતંકવાદ શબ્દ હટાવાશે, સરકાર ગુંડા એક્ટમાં સુધારા વિધેયક લાવશે, જુઓ Video

વર્ષ 2020માં ગુંડા એક્ટ વિધાનસભામાં પસાર થયો હતો અને વિધાનસભાએ વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યું હતું અને કેટલીક જોગવાઇ કેન્દ્રીય કાયદા સાથે સુસંગત નહોતી.

કાયદાના વ્યાપને મર્યાદિત કરીને તેને માત્ર સંગઠિત ગુનાખોરી કેન્દ્રિત કરવાનો છે

ગુજરાત સરકાર રાજ્યના કાયદાકીય માળખામાં એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આગામી વિધાનસભા સત્રમાં ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સુધારા) વિધેયક, 2026’ રજૂ કરશે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય 2015ના મૂળ કાયદાના વ્યાપને મર્યાદિત કરીને તેને માત્ર સંગઠિત ગુનાખોરી (Organised Crime) પર કેન્દ્રિત કરવાનો છે.


આ પણ વાંચો : Ahmedabadમાં 7 માર્ચે જાહેરમાં આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન