android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Guwahati Firing: આસામના ગુવાહાટીમાં ફાયરિંગની ઘટના! 5 લોકોનાં મોત, 5 ઘાયલ

calendar_todayOctober 26, 2026

Guwahati Firing: આસામના ગુવાહાટીમાં ફાયરિંગની ઘટના! 5 લોકોનાં મોત, 5 ઘાયલ

પૂર્વ ભારતનું મુખ્ય આર્થિક કેન્દ્ર ગણાતા આસામના ગુવાહાટી શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હચમચાવી નાખનારા સમાચાર સામે આવ્યા છે. ગુવાહાટીના વ્યસ્ત બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી એક હોટેલની આસપાસ અચાનક અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને સનસનાટી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અને પ્રાથમિક વિગતો મુજબ, આ ગોળીબારમાં કમસે કમ 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કલ્યાણ જ્વેલર્સની દુકાન પાસે બની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોળીબારની ઘટના 'બિલાસ ઇન' હોટેલ સાથે સંકળાયેલી ગલીમાં અને કલ્યાણ જ્વેલર્સની દુકાનની નજીક બની હતી. આ હુમલામાં ત્રણ પુરુષો અને બે મહિલાઓ સહિત કુલ 5 લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કેટલાક ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોની સત્તાવાર ઓળખ હજુ સુધી પ્રસ્થાપિત થઈ શકી નથી.

ગોળીબાર પાછળનો હેતુ અકબંધ, પોલીસ તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી આ ગોળીબાર કયા કારણોસર થયો અને તેના પાછળ કોનો હાથ હતો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, ચશ્મદીદોના નિવેદનો નોંધી રહી છે અને આ કોઈ પૂર્વઆયોજિત હુમલો હતો કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

=" target="_blank">

=

શાંત વિસ્તારમાં અચાનક હિંસાથી લોકોમાં ચિંતા

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુવાહાટી અને આસામના આ ક્ષેત્રમાં ઉગ્રવાદ અથવા આ પ્રકારની મોટી હિંસક ઘટનાઓ નહિવત્ જોવા મળતી હતી. 1990ના દશકના ઉગ્રવાદના દિવસો બાદ આ પ્રકારે જાહેરમાં થયેલા ગોળીબારે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ પેદા કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ આ માને લઈને સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

સુપરિન્ટેન્ડેન્ટ ડો. બાબુલ કુમારનું નિવેદન

ગોહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ના પ્રિન્સિપાલ-કમ-ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ડો. બાબુલ કુમાર બેઝબરુઆએ માહિતી આપતાં જણાવ્યું કે, રાત્રે 9:00 થી 9:30 વાગ્યાની વચ્ચે બનાવ અંગે જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનામાં 48 વર્ષીય નારાયણ દાસ નામના વ્યક્તિને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા; તેમના હોઠના ભાગે ઈજા હતી અને શરીરમાંથી ગોળી બહાર ન નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે અન્ય 42 વર્ષીય સત્યેન્દ્ર પાઠક નામના વ્યક્તિને ગોળી આરપાર નીકળી ગઈ હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને ઓર્થોપેડિક્સ તેમજ સર્જરી વિભાગ હેઠળ સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચો: Rajkot News: હવે સંતો પણ સુરક્ષિત નથી! થૂંકવા બાબતે આપાગીગાના મહંત પર જીવલેણ હુમલો, Video