android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gwalior: ગ્વાલિયર દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા પહોંચેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રીન કાર્પેટ બિછાવેલી જોઈ ભડક્યા, કહ્યું- ‘આ શું તમાશો છે!’

calendar_todayOctober 18, 2026

Gwalior: ગ્વાલિયર દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા પહોંચેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રીન કાર્પેટ બિછાવેલી જોઈ ભડક્યા, કહ્યું- ‘આ શું તમાશો છે!’

ગ્વાલિયરમાં શીતલા માતા મંદિરે દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકે કચડી નાખતા 15 લોકોનાં મોત થયા હતા. આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઇજાગ્રસ્તોની ખબર પૂછવા ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. તેમણે અકસ્માત અંગે સવાલ ઉઠાવ્યો હતો કે રાતના અંધારામાં ટ્રક શહેરની અંદર પહોંચ્યો કેવી રીતે? તેમણે ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ દરમિયાન, તેમના આગમન પહેલાં હોસ્પિટલમાં પાથરવામાં આવેલા ગ્રીન કાર્પેટને જોઈને સિંધિયા નારાજ થઈ ગયા હતા.

શીતલા માતા મંદિર પાસે થયેલા અકસ્માત બાદ ગ્વાલિયરમાં શોકનો માહોલ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ટ્રોમા સેન્ટર પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા. તેમણે ડૉક્ટરો પાસેથી દર્દીઓની સ્થિતિ અને તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી.

સિંધિયાએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ કેટલાક દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલુ છે. 2 દર્દીઓના પેલ્વિક હાડકામાં ફ્રેક્ચર થયું હોવાની માહિતી પણ સામે આવી છે. ગંભીર દર્દીઓની સ્થિતિમાં સુધારો થાય એ પછી આગળની સારવાર અને સર્જરી અંગે નિર્ણય લેવામાં આવશે.

સિંધિયાનો સવાલ- રાતના અંધારામાં ટ્રક શહેરમાં કેવી રીતે આવ્યો?

અકસાનત અંગે સિંધિયાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે રાતના અંધારામાં ટ્રક ગ્વાલિયર શહેરની અંદર પહોંચ્યો કેવી રીતે?

સિંધિયાએ કહ્યું કે ટ્રકની બ્રેક ફેલ થઈ હતી કે અકસ્માત પાછળ બીજું કોઈ કારણ હતું, તેની સંપૂર્ણ માહિતી તપાસ બાદ જ સામે આવશે. તેમણે અકસ્માતનાં કારણોની વિગતવાર તપાસ પર ભાર મૂક્યો અને કહ્યું કે જે પણ જવાબદાર હોય, તેને છોડવો જોઈએ નહીં.

મુખ્યમંત્રી સાથે 3 વખત વાતચીત

સિંધિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ સવારથી મુખ્યમંત્રી મોહન યાદવ સાથે તેમની 3 વખત વાતચીત થઈ હતી. તેમણે પોલીસકર્મીઓ અને અધિકારીઓ સામે કરવામાં આવેલી સસ્પેન્શનની કાર્યવાહીની પણ વાત કરી હતી.

સિંધિયાએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનો અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે વડાપ્રધાન રાહત ભંડોળ અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી સહાયની રકમ પણ ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું કે અત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા ઘાયલોનો જીવ બચાવવાની અને તેમની સ્થિતિ સ્થિર કરવાની છે. ત્યાર બાદ ટ્રક શહેરમાં કેવી રીતે પ્રવેશ્યો અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ચૂક રહી, તે જાણવું જરૂરી છે.

સિંધિયાના આગમન પહેલાં પાથરવામાં આવ્યું ગ્રીન કાર્પેટ

આ દરમિયાન, સિંધિયા હોસ્પિટલ પહોંચે તે પહેલાં ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવેલી તૈયારીઓની તસવીરોએ એક અલગ જ સવાલ ઊભો કર્યો હતો. હોસ્પિટલ પરિસરમાં સાફસફાઈ કરવામાં આવી હતી. કર્મચારીઓ ઝાડુ મારતા જોવા મળ્યા હતા અને ગ્રીન કાર્પેટ પણ પાથરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરિસરમાં તૂટેલી ટાઇલ્સ અને ખાડાઓને સિમેન્ટ-રેતીના મિશ્રણથી સમારવાનું કામ પણ કરવામાં આવી રહ્યું હતું.

'મારા માટે ગ્રીન કાર્પેટ ક્યાંથી? આ શું તમાશો છે!'

સિંધિયાને પૂછવામાં આવ્યું કે તેમના આગમન પહેલાં હોસ્પિટલમાં ગ્રીન કાર્પેટ પાથરીને VIP જેવી વ્યવસ્થા શા માટે કરવામાં આવી હતી અને શું તેને અધિકારીઓની ખુશામત કહી શકાય? આ સવાલના જવાબમાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

=" target="_blank">

=

સિંધિયાએ કહ્યું, "હું ગ્વાલિયરનો છું, ગ્વાલિયર મારું છે. મારા માટે ગ્રીન કાર્પેટ ક્યાંથી? આ શું વાત છે, આ શું તમાશો છે!"

જોકે, હોસ્પિટલમાં ગ્રીન કાર્પેટ પાથરવાનો આદેશ કોણે અને કયા સ્તરે આપ્યો હતો, તે સ્પષ્ટ થયું નથી.

અકસાનત બાદ અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા ઘાયલોને સારી સારવાર આપવાની, પીડિત પરિવારોને મદદ કરવાની અને ઘટના માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવાની છે.