android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Halvad: સરંભડાના ખેડૂતોને વર્ષો પછી પણ વીજ પોલનું વળતર જ મળ્યું નથી !

calendar_todayAugust 26, 2026

Halvad: સરંભડાના ખેડૂતોને વર્ષો પછી પણ વીજ પોલનું વળતર જ મળ્યું નથી !

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં પસાર થતી 220 KV હળવદ-સરતાનપર જેટકો લાઈનનો હેવી વીજ તાર અચાનક તૂટી પડતાં ગંભીર ઘટના સર્જાઈ હતી. હાઈવોલ્ટેજ તાર ખેતરોમાંથી પસાર થતી આશરે ત્રણ ચાલુ વીજ લાઈનો પર પડતાં મોટો શોર્ટ સર્કિટ સર્જાયો હતો. જેના પરિણામે ખેતરોમાં લગાવેલા વીજ બોર્ડ, સ્ટાર્ટર સહિત આશરે 50 જેટલી પાણીની મોટરો બળીને ખાખ થઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે બુધવારે આ વિસ્તાર ના અનેક ખેડૂતો હળવદ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને જેટકો કંપની વિરુદ્ધ પોતાને થયેલા નુકશાની અંગે ની લેખિત રજૂઆત કરી હતી

હળવદના દિલીપભાઈ જેઠાભાઈએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમનાં ખેતર સર્વે નં. 51 ગામ. સરંભડા તા. હળવદ જી.મોરબીમાંથી વીજ કંપનીની 220 KV ની અતિ હાઈ ટેરાન ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે. તાજેતરમાં 220 KV હાળ ટેન્શન લાઈનનો તાર અચાનક તૂટી જતા અત્યંત ભયાનક અવાજ અને ત્યારે સ્પાર્કિંગ સાથે ચાલુ હાઈ વોલ્ટેજ વીજ તાર મારા ખેતરમાં ઉભેલા પાક વરચી નીચે જમીન પર તૂટી પડયો હતો. 280 KV જેવી અતિ ભારે ક્ષમતાની ટ્રાન્સમિશન લાઈનમાં તાર તૂટતા વીજ કંપની તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ વધુમાં કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો