calendar_todayJanuary 21, 2026
Halvad: નગરપાલિકા દ્વારા શહેરમાં 150થી વધુ અડચણરૂપ ગેરકાયદે દબાણો હટાવાયા
હળવદ શહેરમાં પાછલા ઘણા સમયથી પાલિકાના તંત્રવાહકોની નજર સામે જ ગેરકાયદે કાચા અને પાકા દબાણોના રાફ્ડો ફટયો હતો. ત્યારે અચાનક શુરાતનમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા 150થી વધુ દબાણકારોને નોટિસ આપ્યા બાદ બુધવારે સવારથી દબાણ હટાવ ઝુંબેશ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને હાથ ધરાઈ હતી. જેમાં 150થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે.
હળવદમાં છેલ્લા ઘણા સમયથી દબાણોને કારણે રોડ ઉપર ટ્રાફ્કિ સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી હતી. ત્યારે પાલિકા દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાતા બુધવારે સરા રોડ, રાણેકપર ચોકડી સહિતના રોડ ઉપર ડીમોલેશન હાથ ધરાયું હતું. જેમાં દુકાનોના નડતરરૂપ છાપરા, બોર્ડ, ઓટલા સહિતના 150થી વધુ દબાણો દૂર કરાયા હતા. દબાણ હટાવવાની કામગીરીમાં મામલતદાર અલ્પેશ ભટ્ટ, ચીફ્ ઓફ્સિર તુષાર ઝાલરીયા સહિતનો સ્ટાફ્ જોડાયો હતો દબાણ હટતા ટ્રાફ્કિની સમસ્યામાંથી નગરજનોને રાહત મળશે.
પાલિકાના ચીફ્ ઓફ્સિર તુષાર ઝાલરિયાએ વધુમાં જણાવ્યું કે આવતા અઠવાડિયામાં સરા ચોકડીથી સરા નાકા સુધીના ગેરકાયદે દબાણ હટાવશે. ત્યારબાદ સરા નાકાથી જુની મામલતદાર કચેરી થઈ ત્રણ રસ્તા સુધીના દબાણ હટાવાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો