calendar_todayMay 10, 2026
Halvad: સરા ચોકડી પાસેથી 35 પશુઓ ભરેલો ટ્રક ઝડપાયો, બે શખ્સોની અટકાયત
કચ્છ તરફ્થી અમદાવાદ તરફ્ પશુઓને કતલખાને લઈ જતા એક ટ્રકને ગૌરક્ષકો અને હળવદ પોલીસની ટીમે સરા ચોકડી પાસેથી ઝડપી પાડી બે આરોપીને દબોચી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 9મીને શનિવારની વહેલી સવારે ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, કચ્છ તરફ્થી એક આઈસર ટ્રક માળિયા થઈને અમદાવાદ તરફ્ જઈ રહ્યો છે, જેમાં પશુઓને કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીને આધારે મોરબી અને હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, તેમજ કચ્છ અને ધાંગધ્રાના ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબનો GJ-27-TD-8780 નંબરનો ટ્રક આવતા ગૌરક્ષકોએ માળિયાથી તેનો પીછો કર્યો હતો. આરોપીઓએ ટ્રકને ફૂલ સ્પીડે ભગાડતા હળવદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી હળવદ પોલીસે સરા ચોકડી નજીક વોચ રાખીને ટ્રકને કોર્ડન કરી રોક્યો હતો અને ટ્રકમાં તલાશી લેતા ખીચોખીચ ભરેલા 35 પશુઓ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 2 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો