calendar_todayAugust 30, 2026
Halvad: પોલીસે સરા રોડ પરથી 500 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપી; 3 તસ્કરો અરેસ્ટ
મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની બંદી નાબૂદ કરવા હાથ ધરવામાં આવેલા વિશેષ ચેકિંગ અભિયાન અંતર્ગત હળવદ પોલીસ ટીમે મોટી સફળતા મેળવી છે. હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સરા રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દેશી દારૂનો કન્ટેનર જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
હળવદ પોલીસે દેશી દારૂ ભરેલી કાર ઝડપી
આ બાતમીના આધારે હળવદ પોલીસે સરા રોડ પર ઘનશ્યામપુર ગામ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને ઘેરીને અટકાવી હતી.પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 1 લાખ આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા ત્રણ આરોપીઓ - ફિરોઝ મકરાણી, આસિફ મીર અને અફઝલ મકરાણીની અટકાયત કરી લીધી હતી.
ઘનશ્યામપુર નજીકથી 3 બુટલેગરોની ધરપકડ
પોલીસે રૂ. 1 લાખનો દેશી દારૂ અને રૂ. 3 લાખની કાર મળીને કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂના કૌભાંડમાં શિવરાજ કાળિયા નામના શખ્સની સંડોવણી સામે આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સઘન તપાસ શરુ કરી છે.