android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Halvad: હળવદને 64.44 કરોડના આઠ વિકાસ પ્રકલ્પોની ભેટ

calendar_todayMarch 24, 2026

Halvad: હળવદને 64.44 કરોડના આઠ વિકાસ પ્રકલ્પોની ભેટ

હળવદ ના શરણેશ્વર મહાદેવ મંદિર ના હોલ માં યોજાયેલા શહેર ના જુદા જુદા ખાતમુહૂર્ત કાર્યક્રમ માં દીપ પ્રાગટય બાદ એક જ મંચ ઉપર થી ડબલ એન્જિન સરકાર ના સંકલિત પ્રયાસો થી હળવદ શહેર આજે વિકાસ ના નવા માપદંડો સ્થાપી રહ્યું છે ત્યારે કુલ. 64.44 કરોડ ના વિવિધ આઠ વિકાસ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

શરણેશ્વર મહાદેવ મંદિર થી વડ તેમજ શરણેશ્વર મહાદેવ મંદિર થી હરીદર્શન ચોક અને પરશુરામ મંદિર સુધી આર.સી.સી. રોડનું કામ રૂ.845 લાખ આંબેડકર શોપિંગ થી ધ્રાંગધ્રા માળિયા હાઈવે સુધી આર.સી.સી. રોડ તથા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ રૂ.791.44 લાખ, પંચમુખી મહાદેવ મંદિર થી મીરાં બોડી થી હાઈવે સુધી આર.સી.સી. રોડ તથા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ રૂ.301.79 સહિત શ્રીનીધી લોન અંતર્ગત IHSDP આવાસ યોજના અન્વયે બાકી રહેલ આવાસોનું પુનઃનિર્માણ રૂ.587 લાખનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ મા માન્ય સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, માન્ય રીજનલ કમિશનર શ્રી રાજકોટ મહેશભાઈ જાની તપન ભાઈ દવે , નગર પાલિકા ના પ્રમુખ ફેરમબેન વિશાલભાઈ રાવલ, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, રણછોડ ભાઈ દલવાડી, બિપીન ભાઈ દવે, નગર પાલિકા ના કારોબારી ચેરમેન શ્રી ઉપપ્રમુખ શ્રી તમામ સદસ્ય શ્રી તેમજ તમામ વેપારી આગેવાન શ્રી ઉપત્સ્થીત રહેલ હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam