android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Halvad: ચરાડવા ગામની સીમમાંથી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત

calendar_todayFebruary 9, 2026

Halvad: ચરાડવા ગામની સીમમાંથી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ ઈનોવા કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસ દ્વારા કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ 1188 નંગ બોટલ. સિલ્વર કલરની ઈનોવા, કાર કુલ કિંમત અંદાજે રૂ. 8,98,000 મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બિનવારસી હાલતમાં મળી કાર

પ્રાથમિક તપાસ મુજબ, પોલીસના ડરથી અથવા કોઈ કારણોસર બુટલેગરો દારૂ ભરેલી કાર સીમ વિસ્તારમાં પડતી મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે જ્યારે કારની તપાસ કરી ત્યારે તેમાં છુપાવેલો અંગ્રેજી દારૂનો જથ્થો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લક્ઝરી કારનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો જેથી પોલીસની નજરમાંથી બચી શકાય.

આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પર દુબઈથી આવેલો મુસાફર 96 લાખના સોના સાથે ઝડપાયો, અંડરવેરમાં છુપાવ્યું હતું ગોલ્ડ