calendar_todayJanuary 9, 2026
Halvad: કડિયાણા પાસે દારૂના કટીંગ વખતે જ LCBનો દરોડો
હળવદ તાલુકાના કડીયાણા અને માથક વચ્ચે ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો ઉતારી બુટલેગરો કટીંગ કરે તે પહેલાં જ મોરબી એલસીબી પોલીસ ત્રાટકી હતી અને પોલીસે રૂ.3.4 લાખના દારૂના જથ્થાને જપ્ત કરી બે આરોપીઓ સામે નામજોગ હળવદ પોલીસ માથકે ગુનો નોંધાવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના કડીયાણાથી માથક જવાના રોડ પર કડીયાણા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ બાતમી મોરબી એલસીબી પોલીસને મળી હતી.જેથી ગુરુવાર ની રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ એલસીબી પોલીસ ઘટના સ્થળે પહોંચતા 360 બોટલ દારૂ તેમજ 1872 બોટલ ચપલાની મળી આવ્યા હતા. જેથી પોલીસે 3,0,4776 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી મોરબીના રાહુલ ઉર્ફે ધમો કોળી તેમજ હળવદનો લાલો કોળી સહિત બે વ્યક્તિઓ સામે હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ્ મોડી રાત્રીના એલસીબી પોલીસની કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ હાજર મળી ન આવ્યા હતા. જેથી બંનેને ફરાર દર્શાવી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો