android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ

calendar_todayJanuary 1, 2026

Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ

નવા વર્ષના મંગલ પ્રારંભે પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મા મહાકાળીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. નિજ મંદિરમાં માતાજીને અત્યંત મનોહર અને અદ્દભૂત શણગાર કરવામાં આવ્યો હતો. માઈભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષમાં સુખ-શાંતિની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મહાદેવના કરો દર્શન

બીજી તરફ, ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ સૂર્યોદય સાથે જ હજારો ભાવિકો મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. "હર હર મહાદેવ"ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ મહાદેવના દર્શન અને અભિષેક કરી નવા વર્ષની મંગલમય શરૂઆત કરી હતી.

દ્રકાધીરના કરો દર્શ

દ્વારકા નગરીમાં જગતગુરુ ભગવાન દ્વારકાધીશના મંગલા દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી હતી. કૃષ્ણભક્તિમાં લીન થઈને ભક્તો દુર-દુરથી કાળિયા ઠાકોરના દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પોતાની જાતને કૃતાર્થ માની હતી. આમ, ગુજરાતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Junagadh News : ગિરનારના ગઢ જીતવા યુવાશક્તિ સજ્જ, 4 જાન્યુઆરીએ યોજાશે રાજ્યકક્ષાની સ્પર્ધા