android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himachal blast: હિમાચલમાં નવા વર્ષે પોલીસ સ્ટેશન પાસે બ્લાસ્ટ, ઇમારતના કાચ પણ ફૂટી ગયા

calendar_todayJanuary 1, 2026

Himachal blast: હિમાચલમાં નવા વર્ષે પોલીસ સ્ટેશન પાસે બ્લાસ્ટ, ઇમારતના કાચ પણ ફૂટી ગયા

હિમાચલ પ્રદેશના સોલનથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આજે સવારે નાલાગઢ પોલીસ સ્ટેશન નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો, જેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી સૈનિક ભવન, પોલીસ સ્ટેશન અને માર્કેટ કમિટી ઓફિસ સહિત નજીકની ઇમારતોના કાચના બારીઓ તૂટી ગયા હતા. વિસ્ફોટથી વ્યાપક ડરનો માહોલ જોવા મળ્યો હતો.

બ્લાસ્ટ ક્યારે થયો ? 

બ્લાસ્ટની માહિતી મળતા જ પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બ્લાસ્ટ કેવી રીતે થયો શેમાં થયો વગેરે તપાસ માટે સ્થળને સીલ કરવામાં આવ્યું છે. ફોરેન્સિક ટીમ હાલમાં ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્રિત કરી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ ચાલુ છે.

વિસ્ફોટ સમયે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે થોડા દૂર બેઠો હતો ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખી ઇમારત હચમચી ગઈ અને 16 મીમી જાડા કાચ તૂટી ગયા. ધુમાડા અને ધૂળથી થોડા સમય માટે તો બધુ અદ્રશ્ય થઇ ગયું હતું.

નાલાગઢના ધારાસભ્ય હરદીપ સિંહ બાવાએ પણ વિસ્ફોટની પુષ્ટિ કરી અને કહ્યું કે આ બાબતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સલાહ લેવામાં આવી છે. તપાસ ચાલુ છે અને તે પૂર્ણ થયા પછી જ સત્ય બહાર આવશે.

પોલીસ હાઇ એલર્ટ પર

નવા વર્ષની ઉજવણી માટે હરિયાણા, પંજાબ, દિલ્હી અને ચંદીગઢ સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. 31 ડિસેમ્બરે ઉજવણી પછી ઘણા પ્રવાસીઓ ઘરે પરત ફરી રહ્યા છે. વિસ્ફોટની માહિતી મળતાં, રાજ્યભરની પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય પ્રવાસન સ્થળો પર તકેદારી વધારી દેવામાં આવી છે.