android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatnagar: 14 જાન્યુઆરીથી ધનારક પૂર્ણ થશે, ચાલુ વર્ષે લગ્નના 44 મુર્હૂત

calendar_todayJanuary 10, 2026

Himatnagar: 14 જાન્યુઆરીથી ધનારક પૂર્ણ થશે, ચાલુ વર્ષે લગ્નના 44 મુર્હૂત

જાન્યુઆરી મહિનાની 14 તારીખે ધનારક(કમૂરતા) પૂર્ણ થયા બાદ સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં શુભકાર્યોની શરૂઆત થશે. જોકે આગામી 6 મહિનામાં જ્યોતિષની દ્રષ્ટિએ 44 મુહૂર્ત છે, ત્યારે તે સમયગાળા દરમિયાન શુભ પ્રસંગો કરવા માટેના વિવિધ વ્યવસાયોમાં જોડાયેલા અનેક પરિવારો માટે ધનારક કમૂરતાનું મીની વેકેશન પૂર્ણ થયા બાદ તેમના ધંધા-રોજગારમાં બરકત આવશે.

વિજયનગર ચિતરીયાના જ્યોતિષ દેવશંકર ભટ્ટ, ઈડર લિંભોઈ અંબિકા મંદિરના પુરોહિત જનકભાઈ બી.શાસ્ત્રીના જણાવ્યા મુજબ, તા. 14 જાન્યુઆરીને બુધવારે બપોરે 15:08 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે ધનારક પૂર્ણ થઈ જશે. ત્યારબાદ અનેક ઠેકાણે શુભ પ્રસંગોના ભાગરૂપે ઢોલ ઢબુકવા માંડશે, કેટલેક ઠેકાણે જમણવાર, વરઘોડા અને દેવદર્શન સહિત નાના-મોટા કાર્યક્રમોની શરૂઆત થઈ જશે. મકર સંક્રાંતિના પર્વને અનેક લોકો પુણ્ય પર્વ તરીકે ઓળખે છે ત્યારે આ દિવસે તલનું દાન કરવું જોઈએ, ગરીબોને કપડાનું દાન કરી અબોલા પશુઓને ઘાસચારો ખવડાવવાની માન્યતા છે.

કમૂરતા પૂર્ણ થયા બાદ હિંદુ શાસ્ત્રના મત મુજબ ધનારક, મિનારક, ગુરૂ-શુક્ર અસ્તમાં હોવાને કારણે શુભકાર્યો વર્જિત હતા. ગ્રહો અને સંયોગના પગલે 3 ફેબ્રુઆરી 2026ના રોજ શુક્ર અસ્ત હોવાને કારણે 44 શુભ મુહર્તો પૈકી પહેલું મૂહર્ત 7 ફેબ્રુઆરીના રોજનું છે. જોકે તા. 16 જુલાઈ અષાઠ સુદ-બીજને ગુરૂવારે સૂર્ય કર્ક રાશિમાં આવતો હોવાથી તે સમયગાળા દરમિયાન લગ્ન મૂહર્તના યોગ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો