calendar_todayMarch 11, 2026
Himatnagar: હિંમતનગર અને વડાલી નગરપાલિકાના પદાધિકારીઓની મુદત તા.16મીએ પૂર્ણ
સાબરકાંઠાની કેટલીક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓની મુદત આગામી તા.16મી માર્ચના રોજ પૂર્ણ થવા જઇ રહી છે. ત્યારે રાજય સરકાર દ્વારા સોમવારે સાબરકાંઠાની હિંમતનગર અને વડાલી નગરપાલિકાના વહીવટદારની નિમણુંક કરી દેવામાં આવી છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આગામી સમયમાં રાજયની 71 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓની તા.16 માર્ચના રોજ મુદત પૂર્ણ થવા જઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા હિંમતનગર નગરપાલિકામાં વહીવટદાર તરીકે પ્રાંત ઓફિસરની જયારે વડાલી નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણુંક કરાઇ છે. જેથી તેઓ પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થયા બાદ કામગીરી સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીઓની પણ મુદત 16મી માર્ચના રોજ પૂર્ણ થવાની છે. ત્યારે અગાઉ અહીં વહીવટદાર તરીકે તત્કાલિન સમયે ફરજ બજાવતા જિલ્લા વિકાસ અધિકારીને જવાબદારી સોંપાઇ હતી. પરંતુ હવે સરકાર સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે કોની નિમણુંક કરે છે તેના માટે રાહ જોવી રહી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam