android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatnagar: સાબરકાંઠામાં ગુજકેટની પરીક્ષા માટે 16 કેન્દ્રો અને 157 બ્લોક ફાળવાયા

calendar_todayMarch 18, 2026

Himatnagar: સાબરકાંઠામાં ગુજકેટની પરીક્ષા માટે 16 કેન્દ્રો અને 157 બ્લોક ફાળવાયા

ધો.12 વિજ્ઞાન પ્રવાહની લેખિત અને પ્રાયોગિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ મંગળવારથી ઓનલાઈન જાહેર કરી દેવાઇ છે. ત્યારે સાબરકાંઠામાં આગામી તા.29 માર્ચના રોજ 16 કેન્દ્રો પર અંદાજે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં ધો.10 અને 12ની પરીક્ષાઓ સંપન્ન થઈ ચુકી છે ત્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટની પરીક્ષા આપવી અનિવાર્ય છે. દરમિયાન સાબરકાંઠામાં તા.29 માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા અંતર્ગત હિંમતનગર ઝોનના 16 પરીક્ષા કેન્દ્રોમાં 157 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગુજકેટની આ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના અંદાજે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે તે પૈકી ગ્રુપ-છના 914, ગ્રુપ-મ્માં 2145 જયારે ગ્રુપ-છમ્માં 12 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટની આ પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેશે. જેમાં કુલ 80 પ્રશ્નો (40 ભૌતિક વિજ્ઞાન અને 40 રસાયણ વિજ્ઞાન) પૂછાશે, જેના માટે 120 મિનિટનો સમય ફાળવાશે. જોકે જીવવિજ્ઞાન અને ગણિતના પ્રશ્નપત્રો અલગ-અલગ રહેશે અને દરેક માટે 60 મિનિટનો સમય અપાશે. પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્ર્રેજી એમ ત્રણેય માધ્યમમાં લેવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam