android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatnagar: બાલિસણા ગામના રોડ પર તીનપત્તીનો જુગાર રમતા 6 જુગારીઓ પકડાયા

calendar_todayAugust 7, 2026

Himatnagar: બાલિસણા ગામના રોડ પર તીનપત્તીનો જુગાર રમતા 6 જુગારીઓ પકડાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાલિસણા ગામના રોડ પર ઘર નજીકની ખુલ્લી જગ્યામાં ગુરૂવારે ગંજીપાનાનો જગાર રમાતો હોવાની બાતમીને આધારે પ્રાંતિજ પોલીસે સ્થળ પર જઇ જુગાર રમતા 6 જણાને રંગે હાથ ઝડપી લઇ રોકડ, ત્રણ મોબાઇલ અને બાઇક મળી રૂપિયા 70 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આ અંગે પ્રાંતિજના પી.આઇ. ડી.આર. પઢેરીયા તથા પી.એસ.આઇ. એસ.આર.નિમ્બાર્ક અને તેમની ટીમના જણાવ્યા મુજબ, ગુરૂવારે તેમને એવી બાતમી મળી હતી કે, બાલિસણા ગામે રોડ પર રહેતા લાલસિંહ કેશરીસિંહ મકવાણાના ઘર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાનાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે આધારે પ્રાંતિજ પોલીસે બાતમી મુજબના સ્થળે જઇ દરોડો પાડયો હતો.

આ દરોડા દરમિયાન જુગાર રમતા દાદુસિંહ કાનસિંહ ચૌહાણ, કરણસિંહ બસંતસિંહ ચૌહાણ, દિલીપસિંહ હીરસિંહ મકવાણા, મનહરસિંહ મોહનસિંહ રાઠોડ, રંગુભાઇ અજમેલભાઇ ઓડ અને અજીતસિંહ ભીખુસિંહ સોલંકીને રંગે હાથ ઝડપી લઇને પોલીસે દાવ પર રમવા માટે મુકવામાં આવેલ તથા અંગઝડતી લઇને રૂપિયા 30 હજાર રોકડ, ત્રણ મોબાઇલ અને બાઇક મળી રૂપિયા 70,300નો મુદ્દામાલ કબ્જે લઇને પકડાયેલા 6 જુગારીઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જુગારધારાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો