android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatnagar: વોર્ડ નં.7માં ઉભરાતી ગટરોનો નિકાલ નહીં થતાં રહીશો તોબા

calendar_todayMarch 20, 2026

Himatnagar: વોર્ડ નં.7માં ઉભરાતી ગટરોનો નિકાલ નહીં થતાં રહીશો તોબા

હિંમતનગર નગરપાલિકામાં 5 વર્ષ અગાઉ ચુંટાયેલા પદાધિકારીઓની મુદ્દત ગત તા.16 માર્ચના રોજ પૂર્ણ થતાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ત્યારે મોટાભાગના વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની છે. દરમિયાન વોર્ડ નં.7માં આવેલ રામજી મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો આવ્યો ન હોવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગારમાં જીવી રહ્યા હોય તેવું લાગે છે. હિંમતનગર પાલિકાના વોર્ડ નં.7માં આવેલ રામજી મંદિર નજીકની ગટર છેલ્લા ઘણા સમયથી ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે જેના લીધે આ વિસ્તારમાં કાયમી બદબુ ફેંલાય છે જોકે અગાઉ પણ રહીશોએ નગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે કે કંઈ પડી નથી તેવું માને છે જયારે રહીશો રજુઆત કરવા જાય ત્યારે કેટલાક પદાધિકારીઓ અમારી મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. તેમ કહીને રજૂઆત કરનારાઓને સાંભળવાને બદલે નગરપાલિકામાં જવાનો આડકતરો ઈશારો કરી દે છે. દરમિયાન આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.7ના મતદારો પણ ઉમેદવાર જયારે મત માંગવા માટે આવશે ત્યારે તેમની પાસેથી કામના હિસાબો માંગવાનું નક્કી કરી દીધુ છે. હાલ તો ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો તંત્ર દ્વારા ઝડપથી સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam