android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatnagar News: કલેક્ટર કચેરી આગળ જ નવો બનાવેલો ડામર રોડ પીગળ્યો, મુલાકાતીઓને ભારે હાલાકી

calendar_todayMay 18, 2026

Himatnagar News: કલેક્ટર કચેરી આગળ જ નવો બનાવેલો ડામર રોડ પીગળ્યો, મુલાકાતીઓને ભારે હાલાકી

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાંથી એક આશ્ચર્યજનક અને તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરમાં આવેલી કલેક્ટર કચેરીની બિલકુલ આગળનો મુખ્ય ડામર રોડ કાળઝાળ ગરમીના કારણે પીગળવા લાગ્યો છે. ભરઉનાળે તાપમાન વધતાં જ રસ્તા પરનો ડામર ઓગળીને ઉપર આવી ગયો છે, જેના કારણે રોડ ચીકણો થઈ ગયો છે.

મુલાકાતીઓના ચંપલ રસ્તા પર ચોંટ્યા

આ માર્ગ માત્ર કલેક્ટર કચેરી જ નહીં, પરંતુ જિલ્લા કોર્ટ, એસડીએમ (SDM) અને મામલતદાર સહિતની અનેક મહત્વની સરકારી કચેરીઓને જોડે છે. આ કચેરીઓમાં પોતાના કામ અર્થે આવતા હજારો મુલાકાતીઓ અને અરજદારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પરથી પસાર થતી વખતે ઓગળેલો ડામર લોકોના પગરખાં અને જૂતામાં ચોંટી રહ્યો છે, જેના કારણે લોકોને ચાલવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

નવા બનેલા રોડની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ હજુ તાજેતરમાં જ નવો બનાવવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી જેવા મહત્વના વહીવટી કેન્દ્રની સામે જ બનેલો નવો માર્ગ પ્રથમ ઉનાળામાં જ પીગળી જતાં, તેના નિર્માણમાં હલકી ગુણવત્તા મટીરિયલ વપરાયું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરીને નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો