calendar_todayApril 22, 2026
Himatnagar: હિંમતનગર RTO પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 પકડાયા
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આરટીઓ પાસેની એક કોલોનીમાં જાળી ઝાંખરાવાળી જગ્યામાં સોમવારે અજાણ્યા શખ્સો જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલસીબીએ તરત જ બાતમીવાળી જગ્યાએ જઈ જુગાર રમતા આઠ જણાને રંગેહાથ ઝડપી લીધા હતા ત્યારબાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ.3.07 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તેમની વિરૂધ્ધ જુગારધારાના ભંગ બદલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ આર.જે.જાડેજા તથા સ્ટાફના જણાવાયા મુજબ, મંગળવારે તેમને આરટીઓ નજીક આવેલ એક કોલોનીની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી ત્યારબાદ પોલીસે તરત જ આરટીઓ નજીક આવેલ નુર કોલોનીની જાળી ઝાંખરાવાળી જગ્યામાં જઈ જુગાર રમતા જુગારીઓને કોર્ડન કરી લીધા હતા. ત્યારબાદ પોલીસે જુગાર રમતા આઠ જણાની પુછપરછ કરી અંગ જડતી લઈ દાવ પર મુકાયેલ રૂ.3200 રોકડા, રૂ.13,750ની રોકડ જુગારીઓ પાસેથી મળી આવી હતી. એટલુ જ નહીં પણ એલસીબીએ રૂ.40 હજારના આઠ મોબાઈલ, રૂ.2.50 લાખના પાંચ વાહન મળી અંદાજે રૂ.3.07 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા આઠેય વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે રેડ કરતાં આરોપીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો