android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himmatnagar: ધાણધા પાસે SOGનો સપાટો, 1.98 લાખના ગાંજા સાથે પાલીયાબીયાનો શખ્સ ઝડપાયો, બે ફરાર

calendar_todayJanuary 11, 2026

Himmatnagar: ધાણધા પાસે SOGનો સપાટો, 1.98 લાખના ગાંજા સાથે પાલીયાબીયાનો શખ્સ ઝડપાયો, બે ફરાર

સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોના કારોબારને નાબૂદ કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કમર કસી છે. હિંમતનગરના ધાણધા ગામ પાસે હાઈવે પર વોચ ગોઠવીને પોલીસે એક શખ્સને આશરે 4 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

સાબરકાંઠા SOGના પી.આઈ. (PI) ડી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. (PSI) પી.એમ. ઝાલા અને તેમની ટીમ હિંમતનગર બી-ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે, ઈડર તરફથી પાલીયાબીયા ગામનો વિષ્ણુ બાબુભાઈ ગમાર નામનો શખ્સ માદક પદાર્થનો જથ્થો લઈને ધાણધા ગામના નાકે હાઈવે પર આવવાનો છે.બાતમી મુજબ પોલીસે ધાણધા પાસે રોડ પર વોચ ગોઠવી હતી. ચાલતા આવી રહેલા વિષ્ણુ ગમારને શંકાના આધારે રોકી તેની તલાશી લેતા તેના થેલામાંથી ગાંજો મળી આવ્યો હતો. ગાંજાનો જથ્થો 3.975 કિલોગ્રામ.: ₹1,98,750 (અંદાજે ₹1.98 લાખ). ₹5,000 નો મોબાઈલ ફોન. કુલ રકમ ₹2,03,750.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

પોલીસે મુખ્ય આરોપી વિષ્ણુ ગમારની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે વિષ્ણુ સહિત કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને વેચવાનો હતો, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:મેટ્રોમાં CM અને DYCM ની સવારી, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મુસાફરી કરી