calendar_todaySeptember 24, 2026
Idar : જાદરનો ત્રિદિવસીય મુધણેશ્વરનો મેળો સંપન્ન
આ અંગે જાદર પંચાયતના તલાટી તથા સરપંચના જણાવ્યા મુજબ, જાદરમાં યોજાયેલ ત્રિ- દિવસીય મુધણેશ્વર મહાદેવના મેળામાં અંદાજે 458 સ્ટોલ ઉભા કરાયા હતા. ઉપરાંત 8 મોટી રાઇડ્સ અને 40 થી વધુ ચકડોળ શ્રધ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પંચાયતના દાવા મુજબ ત્રિ- દિવસીય મેળા દરમિયાન જાદર પંચાયતને અંદાજે રૂપિયા 57.60 લાખની આવક થવા પામી છે. એટલુ જ નહી પણ મેળાના સ્થળે એકત્ર થયેલા કચરાનો નિકાલ કરવા માટે 30 ટ્રેકટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણેય દિવસ દરમિયાન રાત્રે અને દિવસે મંદિર પરિસર શ્રધ્ધાળુઓથી ભરાઇ જવા પામ્યું હતુ. દરમિયાન તંત્ર દ્વારા ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે આશ્યથી સુચારુ સંચાલન કરાયું હતુ, શ્રધ્ધાળુઓ માટે પંચાયત દ્વારા મફત પાર્કિંગ ઉપલબ્ધ કરાવાયું હતુ. સાથો સાથ પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ફાયર બ્રિગેડ, પીવાનું પાણી સહિત અન્ય જાહેર સુવિધાઓનું પણ મેળા દરમિયાન ઉપલબ્ધ કરાવાઇ હતી. એમ જાદર પંચાયતના સરપંચ અંજનાબેન, તલાટી છાયાબેન અને તાલુકા વિકાસ અધિકારી ભરત પટેલએ જણાવ્યુ હતુ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો