android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
IEW 2026 : 73 કરોડ લોકો વિશ્વમાં આજે પણ વીજળીથી વંચિત : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી

calendar_todayJanuary 27, 2026

IEW 2026 : 73 કરોડ લોકો વિશ્વમાં આજે પણ વીજળીથી વંચિત : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી

ગોવામાં ઈન્ડિયા એનર્જી વીક 2026નો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ગ્લોબલ એનર્જીમાં ભારતની વધતી તાકાતનો ઉલ્લેખ કર્યો છે. કાર્યક્રમના પ્રથમ દિવસે સ્વાગત ભાષણ અને ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેમને IEW 2026ને એક એવું ગ્લોબલ પ્લેટફોર્મ ગણાવ્યું, જેનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.

75,000થી વધારે એનર્જી પ્રોફેશનલ્સે ભાગ લીધો

તેમને કહ્યું કે ઈન્ડિયા એનર્જી વીકની ચોથી આવૃત્તિ આ વર્ષનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ઊર્જા કાર્યક્રમ છે. IEW 2026 ઉર્જા-સંવાદ અને સહયોગ માટે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સંમેલનમાંથી એક છે. IEW 2026માં 75,000થી વધારે એનર્જી પ્રોફેશનલ્સ ભાગ લઈ રહ્યા છે. ત્યારે 700થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. આ સિવાય અહીં 10 દેશના પેવેલિયન અને 120થી વધુ દેશના પ્રતિનિધ ભાગ લઈ રહ્યા છે.

2 અબજ લોકો હાનિકારક રસોઈ પદ્ધતિઓ પર નિર્ભર

હરદીપસિંહ પુરીએ કહ્યું કે વિકાસ સિવાય અર્થવ્યવસ્થાઓને સુરક્ષિત કરવા અને જીવનને સમૃદ્ધ બનાવવામાં ઉર્જાની મહત્વની ભૂમિકા છે. કારણ કે દરેક જગ્યાએ ઉર્જાની પહોંચ હવે એક મોટો પડકાર છે. લગભગ 73 કરોડ લોકો આજે પણ વીજળીથી વંચિત છે. લગભગ 2 અબજ લોકો હાનિકારક રસોઈ પદ્ધતિઓ પર નિર્ભર છે.

2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ક્ષમતાનું લક્ષ્ય

વધુમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારત ઊર્જા સુરક્ષા, ઊર્જા સંક્રમણ અને આર્થિક વિકાસ સાથે વૈશ્વિક ઊર્જા સહયોગ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વના સૌથી મોટા ઊર્જા પરિષદોમાં IEW 2026નો સમાવેશ થાય છે.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા વપરાશકાર દેશ છે. 2050 સુધીમાં વૈશ્વિક ઊર્જાની માગમાં ભારતનો હિસ્સો 10% થશે. માથાદીઠ ઊર્જા વપરાશ હજુ પણ વૈશ્વિક સરેરાશના માત્ર 40% છે. 2021 પછી વૈશ્વિક ભાવમાં વધારો થયો છે. ભારતમાં 2025માં દિલ્હીના ભાવ 2021 કરતા ઓછા છે. 10 કરોડથી વધુ PMUY લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર 5.56 USDના ભાવે LPG મળે છે. 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ક્ષમતાનું લક્ષ્ય છે.

આ પણ વાંચો : India EU Trade Deal: 'મધર ઓફ ઓલ ડીલ' મામલે પત્રકાર પરિષદ, બન્ને દેશ વચ્ચે શરુ થયો નવો અધ્યાય