android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
IMD Alert: હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 17-18 ફેબ્રુઆરીએ ભારે વરસાદની આગાહી!

calendar_todayFebruary 15, 2026

IMD Alert: હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 17-18 ફેબ્રુઆરીએ ભારે વરસાદની આગાહી!

ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ઠંડીનું જોર ઘટ્યું છે અને સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. જોકે આ ગરમી લાંબો સમયે ટકશે નહીં કારણ કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક નવું પશ્ચિમિ વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે. જે આગામી બે દિવસોમાં હવામાનનો મિજાજ સંપૂર્ણપણ બદલી નાખશે.

17 અને 18 ફેબ્રુઆરીએ વરસાદ અને હિમવર્ષાની આગાહી

હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપી છે કે, 17 ફેબ્રુઆરી (મંગળવાર) અને 18 ફેબ્રુઆરી (બુધવાર) ના રોજ પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર માત્ર પર્વતો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની રાજ્યોમાં પણ તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આનાથી દિવસના તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થશે અને લોકોને ઠંડીનો અનુભવ થશે.

શું હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ શિયાળા દરમિયાન ઉદ્ભવતી એક મહત્વની ભૌગોલિક ઘટના છે. તે ભૂમધ્ય સમુદ્ર પરથી ઉદ્ભવતું ઓછા દબાણનું વાવાઝોડું છે. જ્યારે આ ભેજવાળા પવનો ભારત તરફ આવે છે, ત્યારે તે ઉત્તર ભારત, પાકિસ્તાન અને નેપાળમાં અચાનક વરસાદ, હિમવર્ષા અને ઠંડા પવનો લાવે છે. શિયાળુ પાક (ખાસ કરીને ઘઉં) માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ધુમ્મસ અને દક્ષિણ ભારતની સ્થિતિ

એક તરફ ઉત્તરમાં વરસાદની તૈયારી છે, બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તમિલનાડુના તિરુવલ્લુર સહિતના વિસ્તારોમાં આજે સવારે ધુમ્મસનું એટલું જાડું પડ છવાઈ ગયું હતું કે વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગે મંગળવારથી શરૂ થતા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને લોકોને સાવધ રહેવાની અને પહાડી વિસ્તારોમાં પ્રવાસ ટાળવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ Maha Shivratri 2026: દેશભરમાં મહાશિવરાત્રિની ધૂમ, PM મોદી-અમિત શાહે પાઠવી શુભકામના