android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
India માં ઈરાનના 56,000  કરોડ રૂપિયા અટવાયા! હવે એ રૂપિયાનું આગળ શું?

calendar_todayApril 16, 2026

India માં ઈરાનના 56,000 કરોડ રૂપિયા અટવાયા! હવે એ રૂપિયાનું આગળ શું?

અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના તણાવની સીધી અસર ભારતીય બેંકોમાં જમા થયેલા ઈરાની ભંડોળ પર પડી રહી છે. હાલમાં ભારતની બેંકોમાં ઈરાનના અંદાજે ૭ અબજ ડોલર (આશરે 560 અબજ રૂપિયાથી વધુ) જમા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ભારત આ રકમ ઈરાનને પરત કરી શકતું નથી.

શું છે આ વિવાદનું મૂળ?

આ વિવાદની શરૂઆત 1979 ની ઈરાની ઇસ્લામિક ક્રાંતિ અને ત્યારબાદ અમેરિકી દૂતાવાસમાં સર્જાયેલી બંધક કટોકટીથી થઈ હતી. ત્યારથી અમેરિકાએ ઈરાન પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઈલના વિકાસને રોકવા માટે વોશિંગ્ટને તેહરાનને વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ (SWIFT) થી અલગ કરી દીધું છે.

ભારતમાં નાણાં કેવી રીતે જમા થયા?

ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરતું હતું. આ તેલની ચુકવણી માટે ભારતીય બેંકોમાં ઈરાનનું ખાતું ખોલવામાં આવ્યું હતું, જેમાં રૂપિયામાં નાણાં જમા કરવામાં આવતા હતા. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના પાછલા શાસન દરમિયાન ઈરાન પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે, આ નાણાં ઈરાન ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આથી, આ સંપત્તિ ભારતમાં "ફ્રીઝ" અથવા સ્થિર થઈ ગઈ છે.

વૈશ્વિક સ્તરે ઈરાની સંપત્તિની સ્થિતિ

માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં ઈરાનના અબજો ડોલર અટવાયેલા છે:

ચીન: આશરે 20 અબજ ડોલર

ઈરાક: આશરે 6 અબજ ડોલર

કતાર: 6 અબજ ડોલર

જાપાન: 1.5 અબજ ડોલર

કુલ મળીને વિશ્વભરમાં ઈરાનની 100 અબજ ડોલરથી વધુની સંપત્તિ હાલ સ્થગિત છે.

નાણાં મુક્ત કરવામાં અવરોધ શું છે?

અમેરિકાને ડર છે કે જો આ નાણાં મુક્ત કરવામાં આવશે, તો ઈરાન તેનો ઉપયોગ માનવતાવાદી હેતુઓને બદલે લશ્કરી તાકાત વધારવા અથવા પરમાણુ કાર્યક્રમ માટે કરશે. બીજી તરફ, ઈરાન આ નાણાંનો ઉપયોગ તેની ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે કરવા માંગે છે. તાજેતરની શાંતિ વાટાઘાટોમાં, ઈરાને 'વિશ્વાસ નિર્માણ'ના પગલા તરીકે તેના ઓછામાં ઓછા 6 અબજ ડોલર મુક્ત કરવાની શરત મૂકી છે.

આ પણ વાંચોઃ 21,000 રૂપિયાની એક કીડી! હજારો જીવતી કીડીઓને કેપ્સ્યુલમાં વેચવા જઇ રહેલા ચીની નાગરિકને જેલ!